skip navigation

This website uses CSS layout which is not compatible with your current browser. Please consider using a more up to date browser to view this site.


મને શા માટે એમએસ (MS) થયો છે?

"મારું નિદાન ન થયું ત્યાં સુધી એમએસ (MS) અંગે કેટલું બધું અજ્ઞાન છે તેનીમને જાણ ન હતી. મારી મા રડવા લાગી કેમ કે તેણે જણાવ્યું કે મારે વ્હીલચેરમાં જિંદગી પૂરી કરીને મરવાનું છે. મારે સમજાવવું પડયું કે પાંચ વ્યક્તિએ માત્ર એકને જ વ્હીચેરની જરૂર પડે છે, અને એમએસ (MS) થયું હોય તેવા લોકોની સાધારણ જિંદગીની આશા ધરાવે છે."

એમએસ (MS) થવો એમાં તમારો વાંક નથી અને તેને જીવન –ઢબ કે વર્તણૂક સાથે કશી લેવા દેવા નથી. અલબત્ત કોઇ ચોક્કસ નથી કે શા માટે લોકોને એમએસ (MS) થાય છે. સંશોધન દર્શાવે છે કે જીન પર્યાવરણલક્ષી પરિબળોના સંયોજનથી તે થાય છે.

યુ.કે. માં અંદાજે 85,000 લોકોને એમએસ (MS) છે, એટલે કે 800-1000 વ્યક્તિઓ દીઠ એકને તે થાય છે. મોટાભાગના લોકોને તેઓ 20 અને 40ની ઉંમરની વચ્ચે હોય ત્યારે આ પરિસ્થિતિ સાથે એમએસ (MS) નું નિદાન કરાયું છે. તે સામાન્યરીતે સ્ત્રીઓમાં પુરુષો કરતા બમણું છે.

તમને એમએસ (MS) થયો ન હતો, તમે તે વિકસાવ્યો છે. સાદા શબ્દોમાં કહીએ તો રક્ષાત્મક સામગ્રી, માયલીન (myelin), મગજમાં મજ્જાતંતુની આસપાસ અને કરોડરજ્જુને (જેનાથી મધ્યસ્થ મજ્જાતંતુ વ્યવસ્થા બને છે) નુકસાન પહોંચે ત્યારે એમએસ (MS) માયલીન (myelin)ને નુકસાન પહોંચે ત્યારે તમારા મગજમાંથી શરીર તરફ જતા સંદેશા ધીમા પડે છે અથવા તો તમને તે સદંતર મળતા નથી ત્યારે એમએસ (MS)ના ચિહ્નો પેદા થાય છે.

એમએસ (MS) એ ઓટોઈમ્યૂન પરિસ્થિતિ છે. આનો અર્થ એ કે તમારી રોગપ્રતિરક્ષા પ્રણાલી તમારા પોતાના શરીર પર હુમલો કરે છે. સામાન્યરીતે રોગપ્રતિરક્ષા પ્રણાલી ચેપને દૂર કરે છે. પરંતુ એમએસ (MS)માં તે તમારા પોતાના શરીરની પેશીઓ, ખાસ કરીને માયલીન (myelin) અને મજ્જાતંતુના રેસા (nerve fibre) ને બહારના માની લે છે.

માયલીન (myelin)નુકસાનમાં લીઝન્સ કે પ્લાક્સ (plaques)તરીકે જાણીતી નિશાનીઓ સાથે મજજાતંતુના રેસા આંશિક કે સંપૂર્ણ ખુલ્લા થાય છે. આના સરંક્ષણના અભાવને કારણે મજજાતંતુ- રેસાની સાથે મુસાફરી કરતાં સંદેશાઓને ખલેલ પહોંચે છે. સંદેશા ધીમા પડી શકે, વિકૃત બની શકે, એક મજજાતંતુ રેસામાંથી બીજામાં (શોર્ટ સર્કિટિંગ) પસાર થઇ શકે, અથવા તેમાંથી બિલ્કુલ પસાર ન થઇ શકે.

માયલીન (myelin) નુકસાનની સાથે કેટલીકવાર ખરેખરા મજજાતંતુ રેસાને નુકસાન પહોંચી શકે છે. આ મજજાતંતુના નુકસાનથી, સમય જતાં અશ્કતતા એકત્રિત થાય છે. મધ્યસ્થ મજજાતંતુ પ્રણાલી તમામ શરીરવિષક પ્રવૃત્તિઓને સાંકળે છે, જેથી અનેક જુદા જુદા પ્રકારનાં લક્ષણો એમએસ (MS) માં દેખી શકાય છે. જે ખાસ પ્રકારનાં લક્ષણો દેખાય છે તેનો આધાર તમારી મધ્યસ્થ મજજાતંતુ વ્યવસ્થાના કયા ભાગને અસર થઇ શકે છે અને નુકસાન થયેલી મજજાતંતુની કામગીરી પર છે.

તમે એમએસ (MS) અંગે વધુ, જોગવાઈ કરાયેલ પ્રકાશનને ડાઉનલોડ કરીને વાંચી શકશો.